
એક RTI એક્વીસ્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાં RTI કરીને માહિતી માંગી હતી કે દેશની બેંકોએ કેટલી રકમ માંડવાળ કરી છે. RBIના જવાબમાં કહેવામાં આવ્યું છે કે 2014થી 2024 સુધીના 10 વર્ષમાં કુલ 16 લાખ કરોડ રૂપિયાની રકમ રાઇટઓફ કરી દેવામાં આવી છે અને તેની સામે 2 લાખ કરોડની રકમની વસુલાત થઇ છે. મતલબ કે માત્ર 16 ટકા જ રકમ પાછી આવી છે.
16 લાખ કરોડમાં 12 લાખ કરોડ જાહેર ક્ષેત્રની બેંકોના છે, 4 લાખ કરોડ ખાનગી બેંકોના અને 6,000 કરોડ રૂપિયા અર્બન કો.ઓ. બેંકોના છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં સૌથી વધારે રૂપિયા માંડવાળ કરનારી બેંકોમાં પંજાબ નેશનલ, સ્ટેટ બેંક અને યુનિયન બેંક છે જ્યારે ખાનગી બેંકોમાં HDFC, ICICI અને એક્ઝિસ બેંક છે.
