fbpx

એક સમયે તેલિયા રાજા કહેવાતા રાજમોતી ઓઇલ મીલના માલિક સમીર શાહને આજીવન કેદ

Spread the love

રાજકોટની સેશન્સ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. 2016માં અમદાવાદના રાજમોતી ઓઇલ મીલના બ્રાન્ચ મેનેજર દિનેશભાઇ દક્ષિણીના હત્યા કેસ કોર્ટે રાજમોતી મીલના માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ  ASI યોગેશ ભટ્ટ અને ડ્રાઇવર ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારી છે. સમીર શાહ સૌરાષ્ટ્ર ઓઇલ મીલર્સ એસો. (સોમા)નો અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ રહી ચૂક્યો હતો.

 આ કેસમાં 2022માં વળાંક આવ્યો હતો જ્યારે મુખ્ય આરોપી સમીર ગાંધીએ કોર્ટને તાજના સાક્ષી બનવાની રજૂઆત કરી હતી અને કોર્ટને આખું સત્ય બતાવ્યું હતું.

સમીર ગાંધી 2016માં અમદાવાદ આવ્યો હતો અને દિનેશને બળજબરીથી રાજકોટ લઇ ગયો હતો અને એક જગ્યાએ ગોંધી રાખીને દિનેશભાઇને માર માર્યો હતો. એ પછી રાજકોટના ASI યોગેશ ભટ્ટ પાસે દિનેશભાઇને લઇ જવાયા હતા. ભટ્ટે 5 લાખ રૂપિયા લીધા હતા અને દિનેશને માર માર્યો હતો એ પછી તેનું મોત થયું હતું.

error: Content is protected !!