fbpx

પ્રાંતિજ ના સાંપડ ગામે નદીમાં યુવાન ડૂબ્યો હોવાની આશંકા

Spread the love

પ્રાંતિજ ના સાંપડ ગામે નદીમાં યુવાન ડૂબ્યો હોવાની આશંકા
– બે કલાકની શોધખોળ છતાં પત્તો નહીં
– ફાયર ટીમ ને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક દોડી જઇ શોધખોળ હાથધરી


 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે એક યુવાન નદીમાં ડૂબ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે રાત્રે યુવાન ઘરે પરત ન ફરતા અને છેલ્લે તેને નદી કિનારે જોવામાં આવ્યો હોવાનું સામે આવતા પરિવારજનો અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી


ઘટનાની જાણ સાંપડ ગામના સરપંચ ચંદુભાઈ દ્વારા પ્રાંતિજ પોલીસ, તલાટી તેમજ પ્રાંતિજ ફાયર ટીમને કરવામાં આવતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી પ્રાથમિક માહિતી મુજબ, સાબરમતી અને હાથમતી નદીઓના સંગમ સ્થળે વિક્રમ પુનમભાઈ રાવળ નામના યુવાન નદીમાં ડૂબ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રાંતિજ ફાયર ટીમ દ્વારા નદીમાં આશરે બે કલાક સુધી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે લાંબી શોધખોળ છતાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો નહોતો ત્યારબાદ ફાયર ટીમે કામગીરી પૂર્ણ કરીને નદીમાંથી બહાર નીકળી હતી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે યુવાનનો પત્તો મેળવવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!