fbpx

પ્રાંતિજના વડવાસા સીમમાં ખેતરોમાંથી રૂ. ૧૨ હજારની કેબલ ચોરી, ખેડૂતોની પોલીસ ફરિયાદ

Spread the love

પ્રાંતિજના વડવાસા સીમમાં ખેતરોમાંથી રૂ. ૧૨ હજારની કેબલ ચોરી, ખેડૂતોની પોલીસ ફરિયાદ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તસ્કરો દ્વારા ખેડૂતોને નિશાન બનાવવાની વધુ એક ઘટના સામે આવી છે પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામની સીમમાં આવેલા બે ખેતરોમાંથી બોરવેલ પર લગાવેલી અંદાજે રૂ. ૧૨ હજાર કિંમતની ઇલેક્ટ્રિક કેબલ અજાણ્યા ચોર ઈસમો ચોરી જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે
મળતી માહિતી મુજબ વડવાસા ગામની સીમમાં આવેલા હસમુખભાઈ શિવાભાઈ પટેલ તથા વિનુભાઈ પટેલના ખેતરમાં બોરવેલ પર લગાવેલી કેબલ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે ઘટના ધ્યાનમાં આવતા ખેડૂતો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે પ્રાંતિજ પોલીસે અજાણ્યા કેબલ ચોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે, આ જ વિસ્તારમાં અગાઉ પણ કેબલ ચોરીની ઘટનાઓ બની ચૂકી છે સતત બનતી ચોરીની ઘટનાઓને કારણે ખેડૂતોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે સ્થાનિક લોકોએ રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ કેબલ ચોરી કરનારા તસ્કરોને ઝડપથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!