fbpx

પ્રાંતિજ ખાતે પાલિકા દ્રારા પ્લાસ્ટિક જુબેશ હાથ ધરાતા ભાજપ ઉમેદવારો મા નારાજગી 

Spread the love

હદ થઈ વોટ માટે પ્લાસ્ટિક ચાલશે 

સરકાર પ્લાસ્ટિક હટાવો જુબેશ મા ઉમેદવાર વોટ માટે તંત્ર સામે 

પ્રાંતિજ ખાતે પાલિકા દ્રારા પ્લાસ્ટિક જુબેશ હાથ ધરાતા ભાજપ ઉમેદવારો મા નારાજગી 

– ભાજપ કાર્યકરો સહિત કેટલાય ઉમેદવારો પાલિકા ખાતે દોડી જઇ પાલિકા સામે રોષ ઠાલવ્યો 

– ચુંટણી ટાળેજ પ્લાસ્ટિક જુબેશ હાથ ધરાતા ઉમેદવારો રાજકારણ લાવ્યા 

         

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પાલિકા દ્રારા બજાર માંથી હલકી ગુણવત્તા વાળી પ્લાસ્ટિક થેલીઓ સહિત નુ પ્લાસ્ટિક જપ્ત કરતા ભાજપ શહેર પ્રમુખ સહિત ભાજપ ઉમેદવારો  કાર્યકરો પાલિકા ખાતે દોડી ગયા અને વિરોધ વ્યક્ત કર્યો 

    પ્રાંતિજ ખાતે પાલિકા દ્રારા હલકી ગુણવત્તા યુક્ત પ્લાસ્ટિક થેલીઓ તથા પ્લાસ્ટિક નુ ચલન ના હોય તેવુ પ્લાસ્ટિક ગ્લાસ , ઝભલા સહિત નુ પ્લાસ્ટિક પ્રાંતિજ બજાર માંથી દુકાને-દુકાને જઈ ને જપ્ત કરતા ભાજપ શહેર પ્રમુખ તથા ચુંટણી લડી રહેલ કેટલાક ઉમેદવારો ના ધ્યાને આવતા વોટ માટે કુદી પડયા હતા અને સરકાર ના આદેશ નો અમલ કરતા પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો અને ભાજપ શહેર પ્રમુખ કુશવભાઇ બ્રહ્મભટ્ટ સહિત ભાજપ ના  નગરપાલિકા ની ચુંટણી લડનાર  કેટલાક ઉમેદવારો સહિત ભાજપ કાર્યકરો પાલિકા ખાતે દોડી આવ્યા હતા અને ચુંટણી ટાળેજ પ્લાસ્ટિક રેડ  કરતા ભાજપ ઉમેદવારોએ  કાર્યકરોએ વોટ માટે રોષ ઠાલવ્યો હતો તો એક બાજુ સરકાર ના પ્લાસ્ટિક હટાવો જુબેશ સામે વોટ બેંક ખેલવા નિકળી ગયા હતા તો શહેર પ્રમુખ તો એટલા બધા ઉત્સાહિત થઈ ગયા કે પાલિકા ખાતે જઇ ને કહેવા લાગ્યા કે તમે બજાર મા જતા પહેલા વેપારીઓને કોઇ નોટિસ આપી નથી ને કેવી રીતે નોટિસ આપ્યા વગર પ્લાસ્ટિક જપ્ત કરતા  હાલતો ચુંટણી નજીક હોય તમે બજાર માથી કેમ પ્લાસ્ટિક ઉગારાવો છો તેવુ રટન કરતા જોવા મલ્યા હતા ત્યારે હાલતો વોટ માટે પ્લાસ્ટિક ચાલશે તેવુ ખુલ્લે આમ ભાજપ દ્રારા વિરોધ કરતા જોવા મલ્યો હતો તો પ્રાંતિજ પાલિકા દ્રારા નાના મોટા વેપારીઓ સહિત પ્લાસ્ટિક નો મોટો જથ્થા બંધ વેપાર કરતા વેપારી ને ત્યા પણ રેડ કરવામા આવી છે અને તે કેટલો જથ્થો છે તે તો ગણતરી બાદ ખબર પડશે તો નગર પાલિકા ના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ તથા આરોગ્ય અધિકારી સંજયભાઇ ચૌધરી સહિત પાલિકા ટીમ દ્રારા પ્રાંતિજ બજાર મા પ્લાસ્ટિક જુબેશ હાથ ધરવામા આવી હતી તો ભાજપ કાર્યકરો તથા કેટલાય લોકો ના સરકારી કામકાજ મા ખલેલ પોહચાડતા  ચીફ ઓફિસર રોશનીબેન પટેલ દ્રારા પોતાનો મોબાઈલ ફોન પણ સીચ ઓફ કરી દેવો પડયો હતો તો પાલિકા દ્રારા ૭૫૦ થી વધુ અંદાજે ૧૫ હજાર થી ૨૦ હજાર નો  ગેરકાયદેસર વેસ્ટ પ્લાસ્ટિક ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી 

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!