fbpx

પ્રાંતિજ ના રામપુરા ખાતે આયુર્વેદિક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

Spread the love

પ્રાંતિજ ના રામપુરા ખાતે આયુર્વેદિક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો
– ૧૦૦ થી વધુ લોકોએ કેમ્પ નો લાભ લીધો
                   


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના રામપુરા ખાતે આયુર્વેદિક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમા ૧૦૦ થી વધુ લોકોએ કેમ્પ નો લાભ લીધો હતો


પ્રાંતિજ ના સોનાસણ ખાતે આવેલ આયુર્વેદ દવાખાનુ તથા પ્રાંતિજ ખાતે આવેલ સરકારી હોમિયોપેથીક દવાખાનુ તથા સાબર ગ્રામ સેવા મહાવિધાલય , સોનગઢ ના સંયુક્ત ઉપક્રમે રામપુરા ખાતે આયુર્વેદિક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમા રામપુરા તથા આજુબાજુમા  રહેતા ૧૦૦ થી પણ વધારે લોકોએ કેમ્પ નો લાભ લીધો હતો જેમા સાંધાનો વા , ધૂંટણની તકલીફ  , શ્વાસ ની તકલીફ  , કબજિયાત  , બીપી  , ડાયાબિટીસ  , એસિડિટી સહિત વિવિધ રોગોની સારવાર ઉપસ્થિત  ર્ડા. કિંજલ બેન તથા ર્ડા. અંકિતાબેન દ્રારા સારવાર સહિત દવાઓ આપવામા આવી હતી તો આ પ્રસંગે રામપુરા ગામના સરપંચ તથા નિલકંઠ મહાદેવ ના સંત ઉપસ્થિત રહ્યા હતા તો રામપુરા ગ્રામજનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા અને સેવાઓ નો લાભ લીધો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!