fbpx

માત્ર મોદી બ્રાન્ડ જ નહી, પરંતુ દિલ્હીની ચૂંટણી જીતવામાં RSSની મોટી ભૂમિકા હતી

Spread the love

દિલ્હી વિધાનસભા ભાજપે 27 વર્ષ પછી સર કરી છે અને એવું માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી મોદીના ચહેરાને કારણે ભાજપને મોટી જીત મળી. જો કે, રાજકારણના જાણકારોનું કહેવું છે કે માત્ર મોદી બ્રાન્ડ નહી, પરંતુ દિલ્હીની ચૂંટણી જીતવામાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(RSS)ની પણ મોટી ભૂમિકા રહી હતી.

મહારાષ્ટ્ર અને હરિયાણની ચૂંટણી જીતવા RSSના કાર્યકરો ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા હતા. દિલ્હીમાં પણ સંઘે ચુપચાપ મોટું કામ કર્યું. કોઇ પણ જાતની હો હા વગર સંઘે 50,000 જેટલી ડ્રોઇંગ રૂમ બેઠકો કરી અને લોકોને કેન્દ્ર સરકારના વિકાસ કામો, રાષ્ટ્રવાદ, હિદુત્વ જેવા મુદ્દાઓ પર વાત કરીને ભાજપ માટે વોટ માંગ્યા હતા. RSSની મહેનતને કારણે ભાજપને 22 બેઠકો પર મોટો ફાયદો થયો છે.

error: Content is protected !!