fbpx

અમેરિકા વધુ 487 ભારતીયોને વતન પરત મોકલશે, હાથકડી લગાવાશે?

Spread the love

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી સૌથી મોટું પગલું એ લીધું કે તેમના દેશમાં ગેરકાયદે વસતા લોકોને તેમના વતન પાછા મોકલવા માંડ્યા. તાજેતરમાં અમેરિકાનું સૈન્ય વિમાન 104 ભારતીયોને લઇને અમૃતસર આવ્યુ હતું. તે વખતે ભારતીયોને હાથકડી બાંધેલી જોઇને ભારે ચર્ચા ઉભી થઇ હતી.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમેરિકાએ ગેરકાયદે વસતા 487 ભારતીયોને પરત મોકલવાની તૈયારી શરૂ કરી છે અને 298 ભારતીયોની ભારત સરકારને જાણકારી પણ આપી દેવામાં આવી છે.વિદેશ મંત્રાલયે કહ્યુ કે, અમેરિકાની સરકારને વિનંતી કરવામાં આવી છે કે આ વખતે જે ભારતીયો પાછા આવે તેમની સાથે ર્દુવ્યવહાર કરવામાં નહીં. તેમને હાથકડી બાંધીને લાવવામાં ન આવે. જો કે અમેરિકા ભારત સરકારની વાત માનશે કે નહીં તે ત્યારે જ ખબર પડશે જ્યારે બીજો લોટ ભારત આવશે.

error: Content is protected !!