

શૈક્ષણિક સંસ્થાઓના નામે ચાલી રહેલી ગેરકાયદે રોકાણ સલાહ પર સેબીએ મોટી કાર્યવાહી કરી છે. અસ્મિતા ગ્લોબલ સ્કુલ ઓફ ટ્રેડીંગ અને અન્ય 5 લોકોની સામે સેબીએ પગલાં લીધા છે.

અસ્મિતા ગ્લોબલ સ્કુલ ઓફ ટ્રેડીંગ બંધ કરી દેવા અને શેરબજાર પર કામકાજ કરવા માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
અસ્મિતા ગ્લોબલ સ્કુલ ઓફ ટ્રેડીંગની સ્થાપક અસ્મિતા જીતેશ પટેલ, જીતેશ જેઠાલાલ પટેલ, કિંગ ટ્રેડર્સના સાગર ધનજીભાઇ,જૈમીની એન્ટરપ્રાઇઝના સુરેશ પરમ શિવમ અને યુનાઇટેડ એન્ટરપ્રાઇઝના જિગર રમેશ સામે પ્રતિબંધ મુકાયો છે.
સેબીએ અસ્મિતા ગ્લોબલ સ્કુલે કમાણી કરેલી 53.67 કરોડની રકમ વસુલી લીધેલી છે.
સેબીએ શો-કોઝ નોટીસ પણ આપી છે અને કહ્યું છે કે તમે ફી પેટે મેળવેલી 104.6 કરોડની રકમ શું કામ જપ્ત કરવામાં ન આવે?
