fbpx

ગોવિંદ ધોળકીયાએ રાજ્યસભામાં રત્નકલાકારો માટે કરી આ માંગ

Spread the love

સુરતના જાણીતા ડાયમંડ કિંગ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકીયા રાજ્યસભામાં રત્નકલાકારો માટે કેટલીક માંગ કરી છે.

ધોળકીયાએ વેપાર મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયને રજૂઆત કરતા રાજ્યસભામાં કહ્યુ હતું કે, જેમ ગુજરાતમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે એ રીતે રત્નકલાકારોના કલ્યાણ માટે એક બોર્ડ બનાવવામાં આવે. તેમણે કહ્યું કે, સુરતના હીરાઉદ્યોગ સીધી રીતે 10 લાખ લોકોને અને આડકતરી રીતે 50 લાખ લોકોને રોજગારી પુરી પાડી છે. હીરાઉદ્યોગ હાલ ગંભીર સંક્ટમાંથી પસાર થઇ રહ્યો છે અને 2થી 3 લાખ રત્નકલાકારો મંદીથી પ્રભાવિત થયા છે.રત્નકલાકાર કલ્યાણ બોર્ડથી તેમના આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્યની વ્યવસ્થા થઇ શકશે.

તેમણે રત્નકલાકારો માટે પ્રોફેશનલ ટેક્સ નાબુદ કરવાની પણ માંગ કરી હતી.

error: Content is protected !!