રાહુલ ગાંધી અચાનક ક્યાંથી લાવ્યા કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગરબડ થઈ છે

Spread the love

રાહુલ ગાંધીએ શુક્રવારે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સુપ્રિયા સુલે અને સંજય રાઉતની સાથે એક પ્રેસ કોન્ફરસ કરી હતી અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોના એનાલીસીસ માટે એક ટીમ બનાવવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગરબડ થઇ છે.

મહારાષ્ટ્રમાં 2019થી 2024 સુધીમાં 32 લાખ મતદારો ઉમેરાયા હતા અને લોકસભા 2024થી માંડીને મહારાષ્ટ્ર વિધાનસભા 2024 સુધીમાં 39 લાખ મતદારો ઉમેરાયા. માત્ર 5 મહિનામાં આટલા બધા મતદારો કેવી રીતે ઉમેરાયા? મહારાષ્ટ્રમાં પુખ્યવયના લોકોની વસ્તી 9.54 કરોડ છે અને મતદારોની સંખ્યા 9.75 કરોડ બતાવવામાં આવી. શું મહારાષ્ટ્રની વસ્તી કરતા પણ મતદારોની સંખ્યા વધારે છે? સંજય રાઉતે કહ્યું કે, આ 39 લાખ મતદારો હવે બિહારની ચૂંટણીમાં પણ ફરશે.રાહુલે કહ્યું, ચૂંટણી પંચ પાસે અમે લોકસભા અને વિધાનસભાના મતદારોની યાદી માંગી છે, પરંતુ હજુ સુધી યાદી આપવામાં આવી નથી.

error: Content is protected !!