

ગુજરાત સરકારે બેટ દ્રારકામાં મોટા પાયે ડિમોલિશન હાથ ધર્યું છે અને પોલીસના મોટા કાફલા, સરકારી અધિકારીઓની હાજરીમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
દ્વારકાથી 35 કિ.મી દુર આવેલા બેટ દ્વારકામાં ગુજરાત સરકારે 525 બાંધકામો ધરાશાયી કરી દીધા છે અને 6500 સ્કેવર મીટર જગ્યાને ખાલી કરાવી દીધી છે.


આ વિસ્તારમાં ગેરકાયદે મસ્જિદો, દરગાહ કે મંદિરો કે ગેરકાયદે ઘરોનેતોડી પડાયા છે. પોલીસે કહ્યું કે, બેટ દ્રારકાથી પાકિસ્તાન માત્ર 80 નોટિકલ માઇલ દુર છે એટલે સુરક્ષાની દ્રષ્ટ્રિએ આ વિસ્તાર મહત્ત્વનો છે. અગાઉ પાકિસ્તાનથી આ રૂટ પર ડ્રગ્સની દાણચોરી થતી હોવાના કેસ પણ સામે આવ્યા છે. વર્ષ 2022માં ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.

