

સુરતના વરિયાવ વિસ્તારમાં બુધવારે સાંજે 5-30 વાગ્યે કેદાર વાડેર નામનું 2 વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થઇ ગયું હતું અને કેદારની માતા વૈશાલીએ કહ્યું હતું કે જ્યાં સુધી જવાબદારો સામે પગલા લેવામા ન આવે ત્યાં સુધી બાળકનો મૃતદેહ સ્વીકારશે નહીં.પોલીસની સમજાવટ પછી આખરે કેદારની શુક્રવારે અંતિમ વિધી કરવામાં આવી.
અમરોલી પોલીસે સુરત મહાનગર પાલિકાના અધિકારી અને કર્મચારી સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ સુરત મહાનગર પાલિકાના કમિશ્નરે 4 કર્મચારીઓને શો-કોઝ નોટીસ આપી છે. તેજસ પટેલ, નિતીન ચૌધરી, રાકેશ પટેલ, ચેતન રાણાને નોટીસ આપવામાં આવી છે.


મેયર દક્ષેણ માવાણીએ કહ્યું કે, જેની ભૂલ હશે તેની સામે કડક પગલાં લેવાશે. ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તેવા ઉદાહરણ રૂપ પગલા લેવાશે.

