fbpx

ગટરમાં પડી ગયેલા 2 વર્ષના કેદારને ફાયર વિભાગે કેવી રીતે શોધ્યો

Spread the love

સુરતમાં બુધવારે સાંજે 5-30 વાગ્યે વરિયાવના તાડવાડી વિસ્તારમાં 2 વર્ષનો બાળક કેદાર વડેર ગટરમાં પડી ગયો હતો. 24 કલાક પછી એટલે કે ગુરુવારે સાંજે 5-30 વાગ્યે કેદારની લાશ મળી આવી હતી. સુરતના ફાયર વિભાગે 24 કલાક સુધી રેસ્કયુ ઓપરેશન કર્યું હતું, પરંતુ કમનસીબે બાળકને બચાવી શકાયું નહોતું.

સુરત ફાયરના ઓફિસર ઇશ્વર પટેલે કહ્યું હતું કે, બુધવાર સાંજથી સુરતના ફાયરના 70 જવાનો ભુખા તરસ્યા રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા. 1500 ફુટ સુધી ફાયરના જવાનો ઓક્સીજન માસ્ક પહેરીને બાળકની શોધખોળ કરી હતી. જ્યારે ખાળકુવામાંથી પાણી બહાર કઢાયું ત્યારે બાળકનું માથુ દેખાયું, પરંતુ મશીન વચ્ચે ફસાયેલું હતું. ફાયરના બે જવાનોએ નીચે ડુબકી લગાવીને ટેકફુલી બાળકના મૃતદેહને બહાર કાઢ્યું હતું. સુરતના ઇતિહાસમાં ગટરમાં પડી ગયેલા બાળકને બચાવવાનું પહેલીવાર 24 કલાક રેસ્ક્યુ થયું.

error: Content is protected !!