fbpx

સચીન GIDCમાં મહેન્દ્ર રામોલિયા પાસે જ કેમ ખંડણી માંગવામાં આવે છે?

Spread the love

સુરતની સચીન GIDCમાં તાજેતરમાં 45 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરટીઆઇ એક્ટીવીસ્ટની ધરપકડ કરી હતી. આવો જ કેસ 2023માં પણ બન્યો હતો. તે વખતે કથિત પત્રકારોએ 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આ બંને કેસમાં જેમની પાસે ખંડણી માંગવામા આવી હતી તે સચીન  GIDCના ઉદ્યોગકાર મહેન્દ્ર રામોલિયા (દાઢી) જ હતા. ત્યારે ઉદ્યોગના લોકોનો સવાલ છે કે મહેન્દ્ર રામોલિયા પાસે જ કેમ ખંડણી માંગવામાં આવે છે? ખંડણી માંગનારા કેમિકલ કંપનીઓને ચિમકી આપતા હતા, પરંતુ ખંડણીની રકમ રામોલિયા પાસે માંગતા હતા.

બીજો સવાલ એ છે કે, એવું તે શું ખોટું થઇ રહ્યું છે કે બ્લેકમેઇલ કરનારા સચીન ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં ફરી રહ્યા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ ઉંઘતું હોય એવું લાગી રહ્યું છે.

error: Content is protected !!