

ગુજરાતના વડોદરામાં 18 જાન્યુઆરી 2024ના દિવસે એક બોટ ઉથલી જવાની ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત થયા હતા. ગુજરાત હાઇકોર્ટે હરણી બોટ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર કોટિયાને દરેક મૃત બાળકોના પરિવારને 31 લાખ 75 હજાર રૂપિયા, શિક્ષિકા છાયાબેન સુરતીને 11, 21, 900 રૂપિયા, શિક્ષિકા ફાલ્ગુની પટેલને 16, 68, 029 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

વડોદારની ન્યૂ સનરાઇઝ શાળાના બાળકોને બોટની મજા માણવા લઇ જવાયા હતા ત્યારે આ ર્દુઘટના બની હતી. જો કે પીડિતોના વકીલનો આરોપ છે કે, વડોદરા મહાનગર પાલિકાના અધિકારી વિનોદ રાવ અને ન્યૂ સનરાઇઝ શાળાને બચાવી લેવામાં આવી છે. આ બાબતે અમે કોર્ટમાં લડત ચાલી રાખીશું. કેટલાંક પરિવારોએ વળતર સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને 5 કરોડના વળતરની માંગણી કરી છે.
