

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે હવે આ મુદ્દાને લઇને નવી રણનીતિ અપનાવી છે. સવાલ એ ઉભો થયો છે કે શું ભાજપના આ દાવથી દેશમાં ફરી એક વખત મંડલ પોલિટિક્સ શરૂ થશે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં વસ્તી ગણતરીની સાથે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી હતી અને વિપક્ષોએ આ નિર્ણયને વધાવ્યો હતો. જાણકારોનું કહેવું છે કે, હવે વિપક્ષો આ મુદ્દાને વધારે જોરથી ઉપાડશે અને ખાસ કરીને અનામતમાં 50 ટકાની જે કેપ છે તે હટાવવાની માંગ કરશે. ઉપરાંત ખાનગી કંપનીઓમા પણ અનામત લાવવાનો મુદો ઉપાડશે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આ વિશે અભિયાન છેડી શકે છે.