પ્રાંતિજના પિલુદ્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત

Spread the love

પ્રાંતિજના પિલુદ્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત
– અકસ્માત મા રીક્ષા મા રહેલ ચાર ને ઇજાઓ પહોચી
– ઇજાગસ્તો ને સારવાર અર્થે ખસેડવામા આવ્યા
– બેફામ દોડતા રેતી હેરફેર કરતા ડમ્પરે અકસ્માત સર્જતા સ્થાનિકોમાં રોષ
– રોષે ભરાયેલા સ્થાનિકો એ પિલુદ્રા નજીક ડમ્પરને આગચંપી કરાઈ
– એક રેતી ભરી ને જઇ રહેલ ડમ્પર તથા એક રેતી ભરવા જઈ રહેલ ડમ્પર ને આંગ ચાપી
– ગુસ્સે થયેલા લોકોએ બે ડમ્પર ને આંગ ચાંપી
  – દોડી આવેલ ટોળા દ્રારા રોડ ઉપર થી પ્રસાર થઈ રહેલ અન્ય પાંચ જેટલા ડમ્પર  કાચ ફોડ્યા
– ફાયર બ્રિગેડ ટીમ દોડી આવી આગ હોલવી
–  પ્રાંતિજ પી.આઇ, પીએસાઇ સહિત પોલીસ સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો
           

 સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પિલુદા પાસે રાત્રી ના સમયે રેતી ભરીને જઈ રહેલ ડમ્પર ચાલકે સામેથી આવતી રીક્ષા ને ટક્કર મારી અડફેટે લેતા રિક્ષા ચાલક સહિત રીક્ષામા રહેલ ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો અકસ્માતને લઈને સ્થાનિક લોકો મા રોષ જોવા મલ્યો હતો અને બે ડમ્પર ને આંગ ચાપી હતી અને પાંચ જેટલા ડમ્પર ના કાચ ફોડ્યા હતા

   પ્રાંતિજ ના પિલુદા નજીક રેતી ભરેલુ ડમ્પર પૂરપાટ ઝડપે આવી સામેથી આવતી રીક્ષા સાથે અથડાતા રીક્ષા નો કુંચડો થઈ ગયો હતો તો રિક્ષા ચાલક સહિત તેમા બેઠેલ અન્ય ત્રણ લોકોને ઇજાઓ પોહચતા તેવોને સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા તો અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ધટના સ્થળેથી ભાગી ગયો હતો તો અકસ્માત બાદ સ્થાનિક લોકો મા ભારે રોષ જોવા મલ્યો હતો અને દોડી આવેલ ટોળા માંથી કેટલાક લોકો દ્રારા રોડ ઉપર થી પ્રસાર થઈ રહેલ અન્ય ડમ્પર ઉપર રોષ ઠાલવ્યો હતો જેમા એક રેતી ભરી ને જઇ રહેલ ડમ્પર તથા એક રેતી ભરવા જઈ રહેલ ડમ્પર મા આંગ ચાપી હતી અને અન્ય પાંચ જેટલા ડમ્પર ના કાચ ફોડયા હતા તો અકસ્માત ને લઈ ને પિલુદા ખાતે ભારે અગ્નિ જેવો માહોલ જોવા મલ્યો હતો તો પ્રાંતિજ ફાયર ટીમ ધટના સ્થળે દોડી જઇ આગ હોલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો તો પ્રાંતિજ પોલીસ ને ધટના અંગેની જાણ થતા પ્રાંતિજ પી.આઇ , પ્રાંતિજ પીએસઆઇ સહિત પોલીસ કાફલો ધટના સ્થળે દોડી જઇ સમગ્ર મામલો થાળે પાડયો હતો તો સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે રેતી ભરેલા ડમ્પર બે ફામ ગતિએ દોડતા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવા જોઇએ અને ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!