

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા અને સારા સમાચાર એ છે કે શ્રેયસ અય્યર આ સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં ભલે તે તેની સદી ચૂકી ગયો હોય, પરંતુ તેણે વિરાટ કોહલીની સામે તેનો રેકોર્ડ તોડી નાખ્યો. વિરાટ કોહલીએ વર્ષો પહેલા આ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ હવે શ્રેયસ અય્યરે તેને અને ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન નવજોત સિંહ સિદ્ધુને પણ પાછળ છોડી દીધો છે. આશા રાખવી જોઈએ કે શ્રેયસનું આ ફોર્મ આવનારા સમયમાં પણ ચાલુ રહેશે.


શ્રેયસ અય્યરે અમદાવાદ વનડેમાં રમી 78 રનની ઇનિંગ
શ્રેયસ અય્યરે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં શાનદાર 78 રનની ઈનિંગ રમી હતી. તેણે માત્ર 64 બોલનો સામનો કર્યો અને તેની ઇનિંગ દરમિયાન તેણે 08 ચોગ્ગા અને 02 છગ્ગા ફટકાર્યા. તેણે 121ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. શ્રેયસ અય્યર જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને લાગતું હતું કે તે આજે પોતાની સદી પૂરી કરશે, પરંતુ તે આઉટ થઈ ગયો હતો. પરંતુ 78 રનની આ ઇનિંગ સાથે તેણે વિરાટ કોહલી અને નવજોત સિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડી નાખ્યો.
વિરાટ કોહલી અને નવજોત સિંહ સિદ્ધુના તૂટ્યા રેકોર્ડ
વિરાટ કોહલીએ જ્યારે વનડેમાં 25 વખત 50થી વધુ રનની ઇનિંગ્સ રમી હતી, ત્યાં સુધીમાં તેણે 68 ઇનિંગ્સ રમી ચૂક્યો હતો. વિરાટ કોહલીએ નવજોત સિંહ સિદ્ધુના રેકોર્ડની બરાબરી કરી હતી. પરંતુ હવે શ્રેયસ અય્યરે 25 વખત ODIમાં 50 થી વધુ રનની ઇનિંગ્સ રમી છે, પરંતુ આ દરમિયાન શ્રેયસ અય્યરે માત્ર 60 ઇનિંગ્સ જ બનાવી છે. શ્રેયસ અય્યરે આમ તો 65 મેચ રમી છે, પરંતુ ઈનિંગ્સ આ દરમિયાન 60 જ છે. આ મામલે કેએલ રાહુલ અને શિખર ધવનના નામ પણ સામે આવે છે. કેએલ રાહુલે 69 ઇનિંગ્સ અને શિખર ધવને 72 વનડે ઇનિંગ્સ રમ્યા પછી 25 વખત 50 થી વધુ રન બનાવ્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ દેખાશે શ્રેયસનો જાદૂ
શ્રેયસ ઐયરે વનડેમાં અત્યાર સુધી 65 મેચની 60 ઇનિંગ્સમાં 2602 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 5 સદી અને 20 અડધી સદી ફટકારી છે. શ્રેયસની એવરેજ 48.18 અને તે 102.48ના સ્ટ્રાઈક રેટથી બેટીંગ કરે છે. આ સિદ્ધિ શ્રેયસ અય્યર માટે ખૂબ જ ખાસ છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી તે તેના નબળી રમતને કારણે સતત ટીકાકારોના નિશાના પર હતો. શ્રેયસનું નંબર ચાર પર સ્થાન હવે કન્ફર્મ થઈ ગયું છે, તે આ નંબર પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમતો જોવા મળશે.


