

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એલોન મસ્ક નવા અંદાજમાં જોવા મળ્યા હતા. મસ્કનો પુત્ર તેના ખભા પર બેઠેલો જોવા મળે છે, જે બગાસું ખાઈ રહ્યો છે. આ દરમિયાન મસ્ક રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે હાજર છે. એલોન મસ્ક તેમના પુત્રને તેમના ખભા પર બેસાડ્યો છે અને ટ્રમ્પ બેઠા છે. દરમિયાન, એલોન મસ્કે તેમના વ્હાઇટ હાઉસ ડેબ્યૂમાં DODEના કાર્યનો બચાવ કર્યો. ટેસ્લા, એક્સ અને સ્પેસએક્સના 53 વર્ષીય માલિક મસ્કે જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણ અપેક્ષા રાખે છે કે તેમની ક્રિયાઓની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “એવું નથી કે હું કંઈપણ કરીને બચી શકુ છું.”


તમને જણાવી દઈએ કે અબજોપતિ એલોન મસ્ક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકનિકલ સહયોગી છે. મસ્કને મંગળવારના રોજ વ્હાઇટ હાઉસમાં તેમની પ્રથમ ઉપસ્થિતિ દરમિયાન યુએસ સરકારના “પ્રતિકૂળ ટેકઓવર” તરફ દોરી જવાનો ઇનકાર કર્યો હતો. મસ્કે તેમની ખર્ચ-કટીંગ યોજનાઓનો બચાવ કરતા કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સ અમેરિકા બજેટમાં કાપ વિના “નાદાર” થઈ જશે.
દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અબજોપતિ મસ્કે તાજેતરના અઠવાડિયામાં ઘણા ઓર્ડર જારી કર્યા છે. મસ્કની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા બનાવેલ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) હેઠળ ફેડરલ ખર્ચ ઘટાડવાના પ્રયાસોનું નેતૃત્વ કરવા માટે નિમણૂક કરવામાં આવી છે. મસ્કના નવા ઓર્ડરનો હેતુ ફેડરલ ખર્ચમાં ઘટાડો કરવાનો છે. વ્હાઇટ હાઉસમાં તેમના ડેબ્યુ દરમિયાન, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્કે ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બાજુમાં ઉભા રહેલા પત્રકારોના પ્રશ્નોના જવાબો આપ્યા. તેમણે અમેરિકાની બજેટ નુક્શાન તરફ ધ્યાન દોર્યું, જે ગયા નાણાકીય વર્ષમાં 1.8 ટ્રિલિયન ડોલર કરતાં વધુ હતી.

લોકોએ કર્યું છે સુધારા માટે મતદાન
એલોન મસ્કે કહ્યું કે વ્યાપક સરકારી કાપને “સામાન્ય સમજણ” વાળો ઉપાય ગણાવતા કહ્યું, “લોકોએ મોટા સરકારી સુધારા માટે મત આપ્યો અને આ જ લોકોને મળશે…આ જ તો લોકશાહી છે.”


