
પ્રાંતિજ ના બજારચોક વિસ્તાર મા ડમ્પર ચાલકે વિજપોલ ને ટક્કર મારતા બે વિજપોલ ધરાશાયી થયા
– વહેલી સવારે ધટના બનતા મોટી જાન હાની ટળી
– એક વિજપોલ દુકાન શટલ ઉપર પડતા શટલ ને નુકસાન

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ બજારચોક ગલેચી ભાગોળ વિસ્તાર તરફ જતા રોડ ઉપર ડમ્પર ચાલકે વિજપોલ ને ટક્કર મારતા બે વિજપોલ ધરાશાયી થયા



પ્રાંતિજ બજબજારચોક વિસ્તાર ગલેચી ભાગોળ જવાના રસ્તા ઉપર વહેલી સવારે એક ડમ્પર ચાલક દ્રારા વિજપોલ ને ટક્કર મારતા ધડાકા ભેર લોખંડ નો વિજપોલ ધરાશાયી થયો હતો અને જેને લઈ ને વિજવાયરો ખેચાતા પાસે આવેલ સિમેન્ટ નો થાભલો ધરાશાયી થયો હતો તો વહેલી સવારે ધટના બનતા મોટી જાન હાની ટળી હતી તો બે વિજપોલ ધરાશાયી થતા એક વિજપોલ દુકાનો આગળ ધરાશાયી થતા બે દુકાન ના શર્ટલ ને નુકસાન થયુ હતુ તો સિમેન્ટ નો વિજપોલ રોડ વચ્ચોવચ ધરાશાયી થતા રસ્તો બંધ થયો જયારે પ્રાંતિજ વિજકંપની ને જાણ કરતા પ્રાંતિજ વિજકર્મચારીઓ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી આવ્યા હતા અને વીજપ્રવાહ બંધ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી તો અકસ્માત સર્જી ને ડમ્પર ચાલક પોતાનુ ડમ્પર લઈને ધટના સ્થળ ઉપર થી ભાગ ગયો હતો
જીલ રાવલ પ્રાંતિજ


