fbpx

પંજાબ કોંગ્રેસના ધારાસભ્યનો દાવો, AAPના આટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે

Spread the love

દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મોટા સફાયા પછી હવે પંજાબની સરકારની પણ ચર્ચા થરૂ થઇ ગઇ છે. પંજાબના કોંગ્રેસના એક ધારાસભ્યએ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર તુટી જવાની ભવિષ્યવાણી કરી દીધી છે.પંજાબના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ બાજવાએ એક એવું નિવેદન કર્યું જેને કારણે રાજકારણમાં હડકપ મચી ગયો છે. બાજવાએ કહ્યુ કે, પંજાબના આમ આદમી પાર્ટીના 30 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને ગમે તે ઘડીએ કોંગ્રેસમાં આવી શકે છે.

પંજાબમાં આમ આદમી પાર્ટી 2022માં 92 બેઠકો જીતીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે પંજાબ વિધાનસભાને પુરી થવામાં હજુ 2 વર્ષની વાર છે એટલે કેજરીવાલ અને AAP પંજાબમાં એલર્ટ થઇ જશે એવું જાણકારોનું માનવું છે.

error: Content is protected !!