fbpx

મહિલા PSIની ચોંકાવનારી વાત, સાયબર ફ્રોડમાં પકડાયેલા 50 ટકા પાટીદાર હોય છે

Spread the love

સુરત સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા PSI ઉર્વશી મેંદપરાનો એક વીડિયો સોશિ યલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. PSIએ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્રારા આયોજિત થર્ડસે થોટ કાર્યક્રમમાં કહ્યું હતું કે, સાયબર ફ્રોડના જેટલા કેસો આવે છે તેમાં થી 50 ટકા પટેલ સમાજના લોકો હોય છે. શું કામ અવળા રસ્તે ચઢો છો અને શું કામ આ રીતે પતન તરફ જવાનું.

તેમણે કહ્યું કે, અમારે નશાની હાલતમાં લોકોને પકડવાના હોય છે, અમે 15 છોકરાઓને પકડીએ એમાં 10 પટેલ સમાજના હોય છે. આજુબાજુના લોકો જ્યારે એમ કહે કે આ તો તમારા સમાજના છે ત્યારે શરમ આવે છે અને મને બહુ દુખ થાય છે. એ પછી તમે હાથ જોડીને પાછા કહો કે સાહેબ, તમે તો પટેલ છો, તમે તો સમજો. આ સાંભળીને મને બહુ ગુસ્સો આવે છે.

error: Content is protected !!