fbpx

સુરત પોલીસની ડ્રાઇવ, શનિવારથી હેલ્મેટ વગર નિકળ્યા તો ખેર નથી

Spread the love

સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા 15 મી ફેબ્રુઆરી થી હેલ્મેટ ના અસરકારક અમલીકરણ માટે નો પ્લાન બનાવ્યો છે.સુરત શહેરના કુલ 300 થી વધારે અધિકારીઓ, 3,000 થી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંકશન ઉપર વિડીયો ઓન કેમેરા VOC અને વન નેશન વન ચલણ એપ દ્વારા મોબાઇલ એપના માધ્યમથી જે ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ઈ ચલણ જનરેટ કરશે .

સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ 40 થી વધારે ટીમમાં મુખ્ય જંકશન ઉપર હાજર રહેશે અને સ્થળદંડની કાયદેસરની કાર્યવાહી કરશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમના ઉપયોગથી હેલ્મેટ નહીં લોકોને આઈડેન્ટીફાય કરવામાં આવશે. સુરત શહેરના કુલ 772 કેમેરાઓના માધ્યમથી હેલ્મેટ નહીં પહેરનારા વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે. હેલ્મેટ વગર પકડાશો તો 500 રૂપિયા દંડ વસુલાશે.

error: Content is protected !!