fbpx

સુરેશ રૈનાએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરી ભારતની પ્લેઇંગ-XI

Spread the love

ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. પ્રથમ મેચમાં ભારતની ટક્કર બાંગ્લાદેશ સામે થશે. ત્યારબાદ ટીમ તેના ચિર પ્રતિદ્વંદ્વી હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. આ મેચ 23 ફેબ્રુઆરીએ રમાવાની છે. સુરેશ રૈનાએ આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની પ્લેઈંગ-11ની પસંદગી કરી છે. આ પ્લેઇંગ-11માં તેણે સ્ટાર પેસર મોહમ્મદ શમીને પસંદ ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. શમીની જગ્યાએ બીજા એક ફાસ્ટ બોલરને પ્લેઇંગ-11માં સામેલ કર્યો છે.

19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં બીજી વખત ICC ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. જ્યારે ટીમ 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા ઉતરશે. તાજેતરમાં, BCCIએ એક મોટું અપડેટ આપતા કહ્યું હતું કે ઇજાગ્રસ્ત જસપ્રીત બૂમરાહ આ મેગા ઇવેન્ટમાં ભારતીય ટીમનો હિસ્સો નહીં રહે કારણ કે તે પૂરી રીતે ફિટ નથી. તેની જગ્યાએ હર્ષિત રાણાને ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો. સુરેશ રૈનાએ આગામી ટૂર્નામેન્ટ માટે પોતાની પ્લેઇંગ-11 પસંદ કરી છે.

બે વખતના ICC ટ્રોફી વિજેતા સુરેશ રૈનાએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય પ્લેઇંગ-11માં મોહમ્મદ શમીને જગ્યા આપી નથી. સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં, સુરેશ રૈનાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પોતાની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી હતી. તેણે ફાસ્ટ બોલરોની પસંદગીમાં આશ્ચર્યજનક નિર્ણય લીધો, જેમાં ટીમમાં હર્ષિત રાણા અને અર્શદીપ સિંહની જોડીનો સમાવેશ થાય છે. તો, ત્રીજા ફાસ્ટ બોલર તરીકે હાર્દિક પંડ્યાની ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

હર્ષિત રાણાને તેની પ્લેઇંગ-11માં સામેલ કરવા અંગે રૈનાએ કહ્યું કે, (હર્ષિત) રાણામાં વેરિએશન છે. તેની પાસે સ્લો બાઉન્સર છે અને તે સ્વિંગ કરી શકે છે. હાર્દિક પંડ્યા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આપણે હજુ સુધી તેનો વધુ ઉપયોગ કર્યો નથી. સુરેશ રૈનાએ કુલદીપ યાદવને ટીમનો ટ્રમ્પ કાર્ડ પણ ગણાવ્યો. તેણે કહ્યું કે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની ઓવરોમાં સારું પ્રદર્શન કરશે, જ્યારે કુલદીપ યાદવ વિકેટ લેવામાં યોગદાન આપી શકે છે.

રૈનાએ કહ્યું કે, ‘કુલદીપ યાદવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે, કારણ કે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની ઓવરોમાં સારું પ્રદર્શન કરે છે, સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ કરે છે અને પછી કુલદીપ પોતાની રહસ્યમય સ્પિનથી કમાલ કરી શકે છે.’ ખાસ કરીને પાકિસ્તાન સામે જે સ્વીપ શોટ સારી રીતે રમે છે ન્યૂઝીલેન્ડ પાસે ઘણા ડાબા હાથના બેટ્સમેન છે. કુલદીપ જે પ્રકારનું દબાણ બનાવી શકે છે અને બેટ્સમેનોને મોટા શૉટ રમવા માટે મજબૂર કરી શકે છે તેનાથી વિકેટ મળી શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સુરેશ રૈનાની ભારતીય પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.

error: Content is protected !!