fbpx

પ્રાંતિજ ના સાદોલીયા ના ઇસમ ને મારામારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ના સાદોલીયા ના ઇસમ ને મારામારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ
– માથાના ભાગે લોખંડ ની ઈંગલ મારી ઇજાઓ કરી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સાદોલીયા ના ઇસમ ને મારામારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


      પ્રાંતિજ ના સાદોલીયા ખાતે રહેતા વિશાલસિંહ કાળુસિંહ રાઠોડ તેના પિતરાઇ ભાઇ યુવરાજસિંહ સરતાનસિંહ રાઠોડ સાથે અજમેલસિંહ ઉર્ફે કાળુસિંહ સાથે ટ્રેક્ટર ચલાવવા બાબતે પ્રાંતિજ મામલતદાર કચેરી પાસે રોડ ઉપર માથાફુટ કરી ગાળો બોલતા હોય વિશાલસિંહ કાળુસિંહ રાઠોડ  અજમેલસિંહ ને તકરાર નહી કરવા સમજાવતા હોય તે વખતે કરણસિંહ ત્યા આવી જઈ વિશાલસિંહ ને માથાના ભાગે લોખંડ ની ઈંગલ મારી દઇ સામાન્ય ઇજા કરી અજમેલસિંહ તથા કરણસિંહ બન્ને જણાએ ગળદાપાટુ મારામારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુન્હો કરી એકબીજા ની મદદત ગીરી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ભોગબનનાર વિશાલસિંહ કાળુસિંહ રાઠોડ રહે. સાદોલીયા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજમેલસિંહ ઉર્ફે કાળુસિંહ જેઠુસિંહ રાઠોડ તથા કરણસિંહ અજમેલસિંહ ઉર્ફે કાળુસિંહ રાઠોડ બન્ને રહે પ્રાંતિજ , જીઇબી કચેરી પાછળ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસેઆઇપીસીકલમ૧૧૫(૨),૧૧૮,(૧),૩૫૨,૩૫૧(૩),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ ભગાભાઇ  દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!