હિંમતનગર ખાતે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં ” જીલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

Spread the love

   સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો હતો.

લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.આ કાર્યક્રમમાં નાગરીકોએ ૧૭ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.      

આ કાર્યક્રમમાં ગૌચરની જમીનમાં દબાણ બાબત, ગામતળમાં પ્લોટ ફાળવણી સહિત વિવિધ વિષયો પર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેકટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

     આ કાર્યક્રમમાં  અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી હિંમતનગર,ડીવાયએસપીશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!