
પ્રાંતિજ સહિત તાલુકામાં બોર્ડ ની પરીક્ષા નો આજથી પ્રારંભ
– કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા નો આજથી પ્રારંભ
– શાળા ની શિક્ષિકાઓ દ્વારા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ બોર્ડ ની પરીક્ષા નો આજથી આરંભ થયો હતો જેમાં વિદ્યાર્થીઓએ કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોર્ડ નું પ્રથમ પ્રેપર આપ્યું હતું





પ્રાંતિજ સહિત તાલુકામાં ધોરણ ૧૦ અને ૧૨ ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષા નો આજથી પ્રારંભ થયો હતો જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપતાં પહેલાં પ્રવેશ દ્વાર ઉપર શાળા ના આચાર્ય શિક્ષકો તથા શાળા ની શિક્ષિકાઓ દ્રારા વિધાર્થીઓને કુમકુમ તિલક ની સાથે મોઢું મીઠું કરાવી ને વિદ્યાર્થી ઓને શુભેચ્છાઓ પાઠવી હતી તો ધોરણ- ૧૦ ના વિદ્યાર્થીઓએ સી.સી.ટીવી કેમેરા સુપરવાઇઝર અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોર્ડ ની પરીક્ષા નું પ્રથમ પેપર આપ્યુ હતું તો પ્રથમ દિવસે પેપર ઇજી રહેતાં વિદ્યાર્થીઓના ચહેરાઓ ઉપર સ્મિત જોવાં મલ્યુ હતું અને શાન્તીમય માહોલમાં વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર પ્રસાર થતાં તંત્ર એ પણ હાશકારો લીધો હતો તો પ્રાંતિજ પોલીસ દ્રારા ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષા ને લઈ ને પ્રાંતિજ ના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા