પ્રાંતિજ ખાતે વોર્ડ નંબર-૩ ના કોર્પોરેટર ને સભ્ય પદે થી દુર કરવા રજુઆત

Spread the love

એક મહિલાનુ અપમાન ચલાવી લેવામા આવશે નહી

પ્રાંતિજ ખાતે વોર્ડ નંબર-૩ ના કોર્પોરેટર ને સભ્ય પદે થી દુર કરવા રજુઆત

– પ્રાંતિજ શહેર કોંગ્રેસ સમિતિ તથા બે મહિલા કોર્પોરેટર ની રજુઆત
– પ્રાંતિજ પ્રાંન્ત કચેરી ખાતે લેખિત-મૌખિક રજુઆત કરવામા આવી
– વોર્ડ નંબર-૩ ના કોર્પોરેટર દ્રારા અસભ્ય વર્તન કરી બોલાચાલી કરી
– સભ્ય પદે થી દુર કરી સમાજ મા એક ઉદાહરણ પુરુ પાડવા રજુઆત
– કાર્યવાહી કરવામા નહી આવે તો લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન ની ચીમકી આપી
             

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વોર્ડ નંબર-૩ ના કોર્પોરેટર દ્રારા મહિલા ચીફ ઓફિસર સાથે અસભ્ય વર્તન ને લઈ ને પ્રાંતિજ શહેર કોંગ્રેસ સમિતિ તથા બે મહિલા કોર્પોરેટર દ્રારા પ્રાંન્ત કચેરી ખાતે જઇ ને મૌખિક તથા લેખિત મા રજુઆત કરી


   પ્રાંતિજ નગરપાલિકા ના મહિલા મુખ્ય અધિકારી તથા કર્મચારીઓ દ્રારા માંગણા બીલ વસુલાત માટે વોર્ડ નંબર-૩ ના ભટ્ટીવાડા તથા ભોઇવાસ વિસ્તાર મા ગયેલ તે દરમ્યાન ભોઇવાસ વિસ્તાર માં માંગણાબીલ વસુલાત દરમ્યાન પાણી કનેક્શન કાપવા બાબત ને લઈ ને તે વિસ્તાર મા રહેતા અને વોર્ડ નંબર-૩ ના કોર્પોરેટર વિપુલ કુમાર કાંતિભાઇ ભોઇ દ્રારા નગરપાલિકા ના મહિલા મુખ્ય અધિકારી સાથે બોલાચાલી કરી ના બોલવાના શબ્દો બોલી એક મહિલા અધિકારી નુ અપમાન કરતા જેને લઈ ને પ્રાંતિજ વોર્ડ નંબર-૫ મા ચુટાયેલ બે મહિલા કોર્પોરેટરો હાજરાબીબી મ. હાસમ ભાણાવાલા તથા નસીમાબીબી કાલુભાઇ બેલીમ દ્રારા મહિલા મુખ્ય અધિકારી સાથે બોલાચાલી કરી અપમાન કરાતા પ્રાંતિજ નાયબ કલેક્ટર પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી એ.જે.પટેલ ને લેખિત મા રજુઆત કરી હતી તો પ્રાંતિજ શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા પણ રજુઆત કરવામા આવી હતી અને તાત્કાલિક ધોરણે મ્યુનિસિપાલીટીઝ એકટ ૧૯૬૩ ની કલમ-૩૭ અને કલમ-૩૭ (૧) હેઠળ કાર્યવાહી કરી નગરપાલિકા ના સભ્ય પદ થી વોર્ડ નંબર-૩ ના કોર્પોરેટર વિપુલ કુમાર કાંતિભાઇ ભોઇ ને દુર કરી સમાજ મા એક ઉદાહરણ પુરૂ પાડવામા આવે તેવી રજુઆત કરી હતી અને કાર્યવાહી નહી કરવામા આવે તો લોકશાહી ની ઢબે ઉગ્ર આંદોલન કરવામા આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી તો પ્રાંતિજ નગરપાલિકા ના મહિલા મુખ્ય અધિકારી રોશનીબેન પટેલ દ્રારા પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા વોર્ડ નંબર-૩ ના કોર્પોરેટર સામે કાયદેસર ની કાર્યવાહી કરવા લેખિત મા ફરિયાદ કરવામા આવી છે

error: Content is protected !!