
સ્વિસ સાધક બહેનો સાથે વિશ્વ શાંતિ, પ્રકૃતિ અને આધ્યાત્મિક એકતા તરફ એક પ્રેરક સંવાદ
વડોદરાની પવિત્ર ભૂમિ પર એક વિશેષ અને દૈવીય ભેટ થઈ. સ્વીઝરલેન્ડથી પધારેલા બે સાધક બહેનો— મેરિઆન અને સાન્દ્રા, જેમની રૂચિ ભારતીય સંસ્કૃતિ અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે છે, તેમણે આંતરરાષ્ટ્રીય ધ્યાન શિક્ષક સ્વામી મુકેશાનંદ મહારાજ સાથે વડોદરાના પ્રખ્યાત ‘દિલારામ બંગલાઓ’ ની મુલાકાત લીધી.

દિલારામ બંગલો, જે ૧૮૯૨માં સ્વામી વિવેકાનંદજીના પવિત્ર ચરણોથી પાવન બન્યું હતું, અને ૨૦૦૫થી રામકૃષ્ણ મિશન તથા વિવેકાનંદ મેમોરિયલ કાર્યરત છે, ત્યાં આજે સાધનાનિષ્ઠ યાત્રિકો અહીં ધ્યાનસ્થ થઈ, આંતરિક શાંતિનું અમૃતપાન કર્યું.
પછી મહર્ષિ અરવિંદજી દ્વારા ૧૯૦૦ થી ૧૯૦૬ સુધીની તેમની તપસ્યા સ્થલી અરવિંદ નિવાસ ખાતે પધાર્યા, જ્યાં મૌન સાધનાની અનુભૂતિ સાથે સમગ્ર વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને એકતાની પ્રાર્થના કરવામાં આવી.
પ્રાકૃતિક કૃષિ માટે ઉંડો સંવાદ વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના વોકમેન ઑફ ઇન્ડિયા, માનનીય ડો. રાજુ એમ. ઠક્કર સાથે એક મહત્વપૂર્ણ સંવાદ યોજાયો. સ્વીસ સાધક બહેનો માટે પ્રાકૃતિક કૃષિ માત્ર એક ખેતી પદ્ધતિ નહીં, પરંતુ એક આધ્યાત્મિક જીવનશૈલી છે. તેમણે ભારતની સંસ્કૃતિ અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે તેમની ગહન શ્રદ્ધા વ્યક્ત કરી.


આજે સાંજે તેઓ હાલોલ પધારશે, જ્યાં માનનીય કુલપતિ શ્રી ડો. સી. કે. ટિંબડિયા સાથે વિશેષ મંત્રણામાં જોડાશે. આ ઉલ્લેખનીય મુલાકાત ભારતીય સંસ્કૃતિ અને પ્રાકૃતિક કૃષિ માટે વૈશ્વિક સ્તરે એક નવો સંદેશ આપશે.
આ મુલાકાત માત્ર એક સામાન્ય મુલાકાત નહોતી, પરંતુ આધ્યાત્મિકતા, પ્રકૃતિ અને વૈશ્વિક શાંતિ તરફ એક નવા પ્રેરક સંકેતરૂપ બની. આધ્યાત્મિક સાધના અને કુદરતપ્રેમી જીવનશૈલી એ માનવતા માટે એક અનિવાર્ય દિશા છે.
વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને કુદરતી સંવાદિતા માટે પ્રાકૃતિક જીવનશૈલી અને આંતરરાષ્ટ્રીય એકતાનું આ અમૂલ્ય સંયોજન એક પ્રેરક ઉદાહરણ રૂપ સાબિત થશે.
“જગતમાં શાંતિ માટે, માનવતાની એકતા માટે અને કુદરતના સંવર્ધન માટે, સૌ એક થઈએ!”
