



આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા,પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા,સાબરકાંઠા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત તાલુકા અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ અંગેની વિગત એવી છે કે.પ્રાંતિજના આમોદરા પાસે અંદાજે બે લાખ ચોરસ મીટરમાં 122 ચોરી,મુખ્ય સ્ટેજ,સંતો માટેનું સ્ટેજ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓની બેઠક વ્યવસ્થા સાથે જમણવાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.



2 માર્ચના રોજ પ્રથમ નિઃશુલ્ક સાંસદનો સમૂહ લગ્નોત્સવ યોજાશે.જેને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.28 મી ફેબ્રુઆરીને શુક્રવારે 122 કન્યાદાનમાં આપવાની તમામ ચીજવસ્તુઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.તમામ વસ્તુ માટે સવારથી વાહનો આવી પહોંચ્યા હતા.સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા,સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં વાહનમાં ચીજવસ્તુઓ ભરવામાં આવી હતી.ત્યારબાદ વાહનો રવાના કરવામાં આવ્યા હતા.આ વાહનમાં સોફા,બેડ,ખુરશી,તિજોરી,બાજોટ,ગાદલું,ટીપોઈ,બાથરૂમ સેટ સહિતની ચીજવસ્તુઓ ભરવામાં આવી હતી.જેનું લિસ્ટ વરપક્ષ અને કન્યાપક્ષને આપવામાં આવ્યું હતું.તો પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ સમૂહ લગ્નોત્સવના દિવસે સવારે 8 કલાકે વરપક્ષ અને કન્યાપક્ષને આવી પહોંચવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપી હતી.



આ અંગે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે,2 માર્ચના રોજ સમૂહ લગ્નોત્સવ છે જેને લઈને આજે રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કન્યાઓને કરીયાવરમાં આપવાની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી લડતા હતા તે સમયે અમે સમૂહ લગ્નોત્સવમાં જતા ત્યારે અમને વિચાર આવ્યો હતો કે ભગવાને આપણને સારો મોકો આપ્યો છે કે આપણે સેવા કરી શકીએ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક મહિલા તરીકે મને લોકસભામાં સ્થાન આપ્યું છે.ત્યારે મને મારા સમાજ પ્રત્યે એવી લાગણી ઉભી થઇ કે આ દીકરીઓને કે જે ગરીબ મા-બાપની દીકરીઓ અથવા કે કોઈના મા-બાપ નથી, કોઈની મા નથી,કોઈને બાપ નથી તેવી દીકરીઓને સમૂહમાં લગ્નનું આયોજન કરીને તેમને પરણાવીને તેમનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય મળે સાથે સમાજમાં એકતા અને સમરસતા જળવાય માટે પ્રથમ સાંસદ નો સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે.
જીલ રાવલ સાબરકાંઠા


