

ગુજરાતના લોકોના મોંમા પાણી આવી જાય તેવા એક સમાચાર સામે આવ્યા છે. દેશના એક રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ બિયરની છૂટ આપવા માટે કાયદામાં સુધારો કરીને વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું છે.
દારૂબંધી વાળા રાજ્ય મિઝોરમની ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ સરકારે દારૂ અને બીયરના કાયદામાં સુધારેલું બિલ વિધાનસભામાં રજૂ કર્યું છે. 2019ના એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ચોખા અને ફ્રટમાંથી બનેલા બિયરને વેચવા, વિતરણ કરવા અને પ્રોડક્શનની પરવાનગી આપવામાં આવી છે. ચોખા અને ફ્રુટમાંથી બનેલા દારૂને પણ છૂટ આપવામાં આવી છે. માત્ર લાયસન્સ ધારકોને જ આ પરવાનગી આપવામાં આવશે. મિઝોરમના પારપારિંક શરાબ મિઝોને પણ પરવાનગી આપવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી છે તો અહીંના લોકો પણ બિયરની પરવાનગી માંગી શકે છે.