

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે આવવાના હોવાથી 6 માર્ચે પોલીસે લિંબાયતના રતન ચોક વિસ્તારમાં રિહર્સલ કર્યું હતું એ વખતે એક 17 વર્ષનો છોકરો સાયકલ પર પોલીસના કોન્વોયની નજીક પહોંચી ગયો હતો. એ સમયે ત્યાં બંદોબસ્ત કરી રહેલા PSI બી. કે. ગઢવીએ સગીરને વાળ ખેંચીને માર માર્યો હતો જેને કારણે સગીરને આંખ પર ઇજા થઇ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે એક્શન લીધા છે. સુરત પોલીસે કહ્યું કે, સુરતમાં બંદોબસ્ત માટે મોરબીથી આવેલી PSI બી કે ગઢવીએ સાયકલ સવારને માર મારવાના કારણે તેમને પાછા મોરબી મોકલી દેવામાં આવ્યા છે અને મોરબીના પોલીસ અધિક્ષકે તેમનું આખા વર્ષનું ઇન્ક્રીમેન્ટ અટકાવી દેવા માટે નોટીસ આપી છે.સુરત પોલીસે માર મારવાની ઘટના પર ખેદ વ્યકત કર્યો છે.