

સુરતમાં તાજેતરમાં શિવશકિત ટેક્સટાઇલ માર્કેટની આગ કાબુમાં લેતા દોઢ દિવસ લાગ્યો, પરંતુ સુરતમાં 168 વર્ષ પહેલાં એક આગ એવી લાગી હતી કે જેને ઠારતા 1 મહિનો લાગ્યો હતો અને 500 લોકોએ જીવ ગુમાવવા પડેલા
સુરતમાં જ્યારે બ્રિટીશ રાજ હતું તે સમયે 1837માં માછલીપીઠ વિસ્તારમાં એક પારસીના ઘરમાં આગ લાગી હતી. તે જમાનામાં લોકોના લાકડાના ઘર હતા. આ આગ એટલી વિકરાળ બની હતી કે, સુરતના 9737 ઘરો બળીને ખાખ થઇ ગયા હતા, 500 લોકો ભડથું થઇ ગયા હતા અને આગ તો બે દિવસમાં કાબુમાં આવેલી પરંતું કુલીંગ કરતા એક મહિનો લાગ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટે ગોટા 30 કિ.મી, સુધી દેખાતા હતા.