
22.jpg?w=1110&ssl=1)
નવા ઇન્કમટેક્સ બિલની અત્યારે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. વર્તમાન ઇન્કમટેક્સ એક્ટ 1961માં ખાસ્સા બદલાવ કરવામાં આવ્યા છે, પરંતુ એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. હવે આવકવેરા અધિકારીઓની પહોંચ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી રહેશે. અધિકારીઓને તમારા ફેસબુક, ઇન્સ્ટા કે ઇ- મેલ ચેક કરવાની સત્તા આપવામાં આવી છે.
જો કે સામાન્ય લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આવકવેરા અધિકારીઓ માત્ર જેમની પર ટેક્સ ચોરીનો આરોપ હોય અથવા જે કરદાતાએ સંપત્તિ જાહેર નહીં કરી હોય તેવી શંકા હોય તેમના જ સોશિયલ મીડિયા એકાઉન્ટસ તપાસવાની સત્તા છે. આ કાયદાનો અમલ 1 એપ્રિલ 2026થી થવાનો છે.