
પ્રાંતિજ ના કરોલ ખાતે માનક ચોપાલ – ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
– આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ શુભેચ્છા પાઠવી
ભારતીય માનક બ્યુરો – અમદાવાદના સહયોગથી ગ્રાહક હિત સુરક્ષા મંડળ, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા દ્વારા પ્રાંતિજ તાલુકાના કરોલ ગામના શ્રી મહાકાળી માતાજી મંદિરના હોલ ખાતે માનક ચોપાલ – ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું










આ કાયૅક્રમમા ભારતીય માનક બ્યુરો અમદાવાદના સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર અમિતસિંઘ હાજર રહિને સોનાની ખરીદીમાં હોલમાર્ક, આઈ.એસ.આઈ. માકૅ તેમજ વિવિધ માકૉઓની સમજ વિગતવાર સમજાવી હતી ઉપરાંત બી.આઈ.એસ. કેર એપનો ઉપયોગ કરવા જણાવ્યું હતું આ કાયૅક્રમમા આશુતોષ ઉ.બુ.વિદ્યાલયના આચાર્ય સેતાનસિંહ પરમારે મહિલા દિવસનું મહત્વ તથા શાળામા ચાલતી ગ્રાહક જાગૃતિ પ્રવૃત્તિઓ વિશે માહિતી રજૂ કરી હતી તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો આ પ્રસંગે ગામના આગેવાનો સેવા સહકારી મંડળી, કરોલના ચેરમેન કચરાજી કલાજી મકવાણા, નિવૃત્ત શિક્ષકો જગદીશભાઈ પટેલ, રણછોડભાઈ પ્રજાપતિ, આંગણવાડી કાર્યકરો તથા ગામની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગ્રાહક હિત સુરક્ષા મંડળ, પ્રાંતિજના પ્રમુખ નટુભાઈ બારોટે ગ્રાહકો જાગૃત થવાની માહિતી રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભીખુસિંહ મકવાણાએ કયું હતું
જીલ રાવલ સાબરકાંઠા