

શેરબજાર માટે ગયું સપ્તાહ રાહત આપનારું રહ્યું, કારણકે એ પહેલા સતત 3 સપ્તાહથી શેરબજાર નીચે ઉતરી રહ્યું હતું. પરંતુ ગયા સપ્તાહમાં બજાર ઉપર આવ્યું. નિફ્ટી 2 ટકા વધીને 22552 અને સેન્સેક્સ 1.55 ટકા વધીને 74332 પર બંધ રહ્યો. હવે રોકાણકોરાને સવાલ છે કે આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે?
જિયોજીતના વિનોદ નાયરનું કહેવું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફ પોલીસની અનિશ્ચિતતા છે તે ઓછી થઇ જશે અને કોર્પોરેટની આવકમાં સુધારો જોવા મળશે તો આગામી સપ્તાહમાં બજારમાં મોટી તેજી જોવા મળી શકે છે.
માસ્ટર ટ્રસ્ટ ગ્રુપના પુનીત સિંઘાનિયાનું કહેવું છે કે નિફ્ટી માટે 22700નું લેવલ મજબુત પ્રતિકારક સ્તર છે જો આ લેવલ તુટશે તો નિફ્ટી 23100 સુધી જઇ શકે છે.