
23.jpg?w=1110&ssl=1)
મોદી સરકારે દેશનું ત્રીજું ઉડાન યાત્રી કાફે અમદાવાદ એરપોર્ટ પર શરૂ કર્યુ. આ પહેલા કોલકાત્તા અને ચેન્નાઇ એરપોર્ટ પર સરકારનું કાફે છે. ભારતના નાગરીક ઉડ્ડયન મંત્રાલયે ઉડાન યાત્રી કાફેની શરૂઆત કરી છે અને ટુંક સમયમાં હવે દેશના અન્ય એરપોર્ટ પર પણ શરૂ કરાશે. એરપોર્ટ પર મોંઘી વસ્તુઓ મળે છે તેવી વ્યાપક ફરિયાદને પગલે સરકારે આ ઉકેલ શોધ્યો છે. આ કાફે પર કિફાયત ભાવે ચા, પાણી નાસ્તો મળી શકે છે.
જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઇ ચંપલ વાળાને હવાઇ મુસાફરી કરાવવાની વાત કરેલી, પરંતુ સુરત એરપોર્ટ પર એક સિનિયર પત્રકારને કડવો અનુભવ થયો.રીક્ષાને મેઇન ગેટ પર જ અટકાવી દેવામાં આવી અને રીક્ષા માટે એન્ટ્રી નથી એવું કહેવાયું. જ્યારે પત્રકારે એરપોર્ટ ડિરેક્ટરને જાણ કરી તો તેમણે કહ્યું કે, હજુ રીક્ષાની લેન બની નથી. બે- ત્રણ મહિના લાગશે.