

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી કેવી રહેશે અને હોળીના દિવસે પવન કેવો રહેશે? તે વિશે આગાહી કરી છે. પટેલે કહ્યું છે કે બે દિવસ પછી એટલે કે 13 અને 14 તારીખે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને રાજ્યમાં એવરેજ 33થી 36 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. ગરમી ઘટવાને કારણે લોકોને રાહત રહેશે. 13 અને 14 વાદળછાયું વાતવરણ રહેશે અને વરસાદ પડી શકે છે.
પટેલે કહ્યું કે, 13 માર્ચે હોળી પ્રાગટયના સમયે ગુજરાતમાં ભારે પવન રહેશે. વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સને કારણે વરસાદ પડી શકે છે. ગુજરાતના હવામાન વિભાગે 11 માર્ચે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જુનાગઢ, પોરબંદરમાં 42થી 43 ડીગ્રી તાપમાન રહેશે.