

વૃંદાવનની હોળી એક અનોખો અને નવો ઇતિહાસ રચવા જઇ રહી છે. ઉત્તર પ્રદેશના પર્યટન વિભાગ, સરકાર અને અનેક સામાજિક સંગઠનોએ ભેગા થઇને આ વખતે 2000થી વધારે વિધવા બહેનો હોળી રમે એવા કાર્યક્મનું આયોજન કર્યું છે. કાર્યક્રમનું નામ ‘વિધવાઓની હોળી 2025’ રાખવામાં આવ્યું છે.
આ આયોજન કરવા પાછળનો હેતુ એવો છે કે સમાજની મુખ્ય ધારાથી અલગ પડી ગયેલી વિધવાઓને ફરી જોડવાનો છે. વર્ષોથી ચાલી આવતી રૂઢિગત પરંપરાને તોડીને વિધવાઓના જીવનમાં ખુશી અને ઉત્સાહને સામેલ કરવાનો છે.
આ કાર્યક્રમમાં ભજન- કિર્તન, લોકનૃત્ય અને પ્રાકૃતિક રંગોથી ઉત્સાહ- ઉમંગ પૂર્વક હોળીની ઉજવણી થશે. આ આયોજન સમાજમાં એક મોટા બદલાવ અને ક્રાંતિનો નવો દાખલો બેસાડશે. વર્ષોથી ભારતમાં વિધવાઓને શુભ પ્રસંગોમાં જવાનો કે રંગીન કપડા પહેરવાનો અધિકાર નથી.