

14 માર્ચના દિવસે આખા દેશમાં હોળીના તહેવારનૂ ધૂમ મચશે. કોઇક રંગોથી હોળી રમશે તો કોઇક પુલોથી. પરંતુ, દુનિયામાં ભારતનું એક માત્ર શહેર એવું જ્યાં સ્મશાનની સગળતી ચિતા વચ્ચે ભસ્મ હોળી રમવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો ભસ્મ હોળી રમવા માટે ભેગા થાય છે. કાશી દુનિયાનું એક માત્ર શહેર છે જ્યાં ભસ્મ હોળી રમવામાં આવે છે.
રંગભરી એકાદશીના બીજા દિવસથી લગભગ 4થી 5 દિવસ સુધી કાશીના મર્ણિકર્ણિકા ઘાટ અને હરિ ચંદ્ર ઘાટ પર આવેલા સ્મશાન ગૃહમાં સળગતી ચિત્તા વચ્ચેથી ભસ્મ લઇને હોળી રમવાની પરંપરા છે જેને મસાન હોળી પણ કહેવામાં આવે છે. લોકોનું એવું માનવું છે કે ભગવાન શિવ જાતે ભક્તો સાથે હોળી રમવા માટે આવે છે.