

વિજ્ઞાન આજે ઘણું આગળ નિકળ ગયું છે અને લોકો સફળતાની ટોચે પહોંચી રહ્યા છે, પંરતુ આજે પણ કેટલાંક લોકો એવા છે જે અંધશ્રદ્ધામાં માને છે અને ધુતારાઓ આનો લાભ ઉઠાવેન છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક પરણીતા સાથે અમરેલીના ધારીના ભુવાને વીધી કરવાના નામે દુષ્કર્મ આચર્ હોવોનો ચોંકાવનો કિસ્સો સામે આવ્યો છે. સંબધીની પત્ની સાથે ભુવાએ ખોટું કામ કરી દીધું હતું.
ભુવો જ્યારે ધારી પહોંચ્યો તો લોકો તેને પકડીને માતાજીના મઢમાં લઇ ગયા હતા તેનું અર્ધ મુંડન કરાવીને મોંઢામાં ચંપલ આપી દીધા હતા અને ભુવા પાસે દુષ્કર્મની કબુલાત કરાવી હતી.કાપોદ્રા પોલીસની ટીમે ધારી જઇને ભુવાની ધરપકડ કરી લીધી છે.
ગુજરાત સરકારે ઓગસ્ટ 2024મં અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો છે છતા આવા ભુવાઓ સક્રીય છે.