
24.jpg?w=1110&ssl=1)
પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે માતાને ભરણપોષણ નહીં આપવાની અરજી લઇને કોર્ટે આવેલા એક પુત્રની કડક ટીકા કરી છે અને સાથે 50,000 રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ કર્યો છે.
સિંકદર સિંહ નામના વ્યક્તિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે, મારી માતાને પહેલેથી જ એક લાખ રૂપિયા આપ્યા છે અને તે મારી બહેન સાથે રહે છે અને અલગ ઘર છે એટલે દર મહિને 5,000 રૂપિયા ભરણ પોષણ આપવાની જરૂર નથી. માતાએ દલીલ કરી કે, તેણી પાસે આવકનું કોઇ સાધન નથી અને 2 દીકરીઓએ જમીન પચાવી પાડી છે. નાછૂટકે દીકરીના ઘરે રહેવું પડે છે.
કોર્ટે કડક આલોચના કરતા કહ્યું કે, આ એ વાતનું ઉદાહરણ છે કે આપણા સમાજના કળિયુગ કેટલી હદે વ્યાપેલો છે. એક દીકરો પોતાની માતાને ભરણ પોષણ આપવાથી બચવા કોર્ટમાં આવ્યો છે. આ એક દુર્ભાગ્ય સ્થિતિ છે કે માતા-પિતાએ સંતાનો સામે લડવું પડે છે.