ત્રણ સગી બહેનો એકસાથે બની પોલીસકર્મી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
ત્રણ સગી બહેનો એકસાથે બની પોલીસકર્મી

ઉત્તર પ્રદેશનો જૌનપુર જિલ્લો ઘણા બધા IAS અને PCS ઓફિસરોને આપવાના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. અહીંના એક ગામમાં તો લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ અધિકારી છે. જૌનપુરની 3 સગી બહેનોએ એકસાથે પોલીસ કોન્સ્ટેબલ બનીને ઈતિહાસ રચી દીધો છે. હોળીની બરાબર પહેલા ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું પરિણામ આવ્યું હતું, ત્યારે રંગોના તહેવારની ખુશી બેગણી થઈ ગઈ. ત્રણેય બહેનો અને તેમના પરિવારને હોળીની શુભકામનાઓ સાથે તેમની પસંદગી માટે ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

Sisters

આ બહેનો જિલ્લાના મડિયાહુ તાલુકા વિસ્તારના મહમદપુર અજોશી ગામની રહેવાસી છે. સ્વતંત્રતા સેનાની સ્વર્ગસ્થ ઈન્દરપાલ ચૌહાણના પુત્ર સ્વતંત્ર કુમાર ચૌહાણની 3 પુત્રીઓ ખુશ્બુ ચૌહાણ, કવિતા ચૌહાણ અને સોનાલી ચૌહાણે એકસાથે પરીક્ષાની તૈયારી કરી અને એકસાથે પસંદગી પણ થઈ ગઈ. ગુરૂવારે એટલે કે હોળીના દિવસે જાહેર કરવામાં આવેલ ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાના પરિણામે આ ઘરમાં ઉત્સવની ખુશીને બમણી કરી દીધી છે.

જિલ્લા કબડ્ડી એસોસિએશનના સચિવ અને જિલ્લા વ્યાયામ શિક્ષક બેઝિક શિક્ષણ રવિચંદ્ર યાદવે શુક્રવારે જણાવ્યું હતું કે, ખુશ્બૂ ચૌહાણ ગામની પાસે જ મહેંદી ગંજમાં ખો-ખોની તૈયારી કરતી હતી અને અખિલ ભારતીય સ્તર પર ખો-ખો સ્પર્ધામાં વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટી, જૌનપુર તરફથી પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. કવિતા ચૌહાણ જૌનપુર કબડ્ડી ટીમ તરફથી ઉત્તર પ્રદેશ માટે મેચ રમી ચૂકી છે. આ સાથે સોનાલી ચૌહાણ વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટી, જૌનપુર તરફથી રાષ્ટ્રીય સ્તરે ક્રોસ કન્ટ્રી રેસમાં ભાગ લઈ ચૂકી છે.

Police constable
newsdrum.in

પ્રશિક્ષક રવિચંદ્ર યાદવે જણાવ્યું હતું કે, ત્રણેય બહેનો બરાબર પ્રેક્ટિસ કરતી રહી અને તેનું પરિણામ છે કે તેઓ એકસાથે કોન્સ્ટેબલના પદ પર નિમણૂક થઈ છે, તેમની પસંદગીથી વિસ્તારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આ બહેનોના પિતા સ્વતંત્ર કુમાર ચૌહાણ સ્વતંત્રતા સેનાની સ્વર્ગસ્થ ઈન્દરપાલ ચૌહાણના પુત્ર છે. પરિવારની આ સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું કે મહેનત અને સમર્પણથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

Leave a Reply

error: Content is protected !!