
રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની અંતિમ યાત્રા 17 માર્ચ, સોમવારે સવારે 11 વાગ્યે સિટી પેલેસથી નિકળશે. એ પહેલાં તેમનો પાર્થિવદેવ સવારે 7 વાગ્યે લોકો માટે ખુલ્લો મુકાશે. મેવાડ તેમની પાછળ 50,000 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે. તેમને 2 દીકરી અને 1 દીકરો છે.
અરવિંદ સિંહ મેવાડે 80 વર્ષની વયે ઉદયપુરના સિટી પેલેસમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ શંભુ નિવાસમા રહેતા હતા અને લાંબા સમયથી બિમાર હતા.
અરવિંદ સિંહ મેવાડનું ઉદયપુરના ડેવલપમેન્ટમાં મોટું યોગદાન હતું, ખાસ કરીને ટુરીઝમ ક્ષેત્રમાં.ડેસ્ટીનેશન વેડીંગ શરૂ કરાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. અરવિંદ સિંહ રાજસ્થાનમાં શ્રીજી હુજુર તરીકે જાણીતા હતા.