ઈદના અવસરે BJP 32 લાખ જરૂરિયાતમંદ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ યોજના કીટનું વિતરણ કરશે

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
ઈદના અવસરે BJP 32 લાખ જરૂરિયાતમંદ મુસ્લિમોને 'સૌગાત-એ-મોદી' યોજના કીટનું વિતરણ કરશે

BJPએ લઘુમતી સમુદાય માટે એક યોજના બનાવી છે. ઈદ પહેલા BJPએ ‘સૌગત-એ-મોદી’ અભિયાન શરૂ કર્યું છે. ઈદના અવસરે આ યોજનાનો લાભ 32 લાખ જરૂરિયાતમંદ લોકોને મળશે તેવી માહિતી આપવામાં આવી છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના અભિયાન હેઠળ, ‘સૌગત-એ-મોદી’ કીટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવશે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, BJP લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ પાર્ટીના લઘુમતી મોરચાની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન આ ઝુંબેશની જાહેરાત કરી હતી. આ બેઠકમાં મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા.

BJP લઘુમતી મોરચાના 32,000 અધિકારીઓ 32,000 મસ્જિદો સાથે જોડાશે અને 32 લાખ જરૂરિયાતમંદ લોકોને ઓળખશે અને તેમને મદદ પૂરી પાડશે. આ કીટમાં તેમને જોઈતી વસ્તુઓ હશે.

Saugat-e-Modi

સિદ્દીકીએ કહ્યું કે, રમઝાનના પવિત્ર મહિનામાં ગરીબ અને નબળા પડોશીઓ અને સંબંધીઓને મદદ કરવી જોઈએ. ઈદ ઉપરાંત, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, નવરોઝ અને ભારતીય નવા વર્ષમાં પણ આ જ કરવામાં આવશે. ‘સૌગાત-એ-મોદી’ કીટનું વિતરણ કરીને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવામાં આવશે.

સિદ્દીકીએ કહ્યું કે મોદી સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ’ની નીતિને અનુસરે છે. આ નીતિથી મુસ્લિમોને સૌથી વધુ ફાયદો થયો છે. દેશના ઘણા મુસ્લિમો ગરીબોની શ્રેણીમાં આવે છે, તેથી આ સમુદાયને મોદી સરકારની ગરીબો સંબંધિત બધી યોજનાઓનો લાભ મળ્યો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, કીટમાં સેવૈયા, ખજૂર, ડ્રાયફ્રૂટ અને ખાંડ જેવી ખાદ્ય ચીજોની સાથે કપડાં પણ હશે. આ કીટમાં મહિલાઓ માટે સૂટ મટિરિયલ અને પુરુષો માટે કુર્તા-પાયજામા હશે. આ કીટની કિંમત લગભગ 500 થી 600 રૂપિયાની આજુબાજુ હશે.

Saugat-e-Modi

આ અગાઉ, લોકસભા ચૂંટણી દરમિયાન, મુસ્લિમોમાં પગપેસારો કરવા માટે ‘મોદી મિત્ર’નું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પાર્ટીએ આ યોજના મુસ્લિમ વિસ્તારો અને બેઠકો પર લાગુ કરી હતી. આ ઝુંબેશ પણ BJPના લઘુમતી મોરચા દ્વારા શરૂ કરવામાં આવી હતી.

2014માં સત્તામાં આવ્યા પછી, BJP ‘પસમાંદા’ મુસ્લિમ સમુદાય માટેની તેની યોજનાઓ વિશે અવાજ ઉઠાવી રહ્યું છે. મહિનાની શરૂઆતમાં, PM મોદીએ જહાન-એ-ખુસરો સૂફી સંગીત મહોત્સવમાં હાજરી આપી હતી. જોકે, રમઝાન દરમિયાન BJP દ્વારા કીટ વિતરણ કરવાની યોજના આ પ્રકારની પહેલી યોજના છે.

error: Content is protected !!