
32.jpg?w=1110&ssl=1)
ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ, એક નવું સ્વરૂપ અને એક અનોખી ઊંચાઈ અપાવવા માટે સુરત બની રહ્યું છે ઈતિહાસનું સાક્ષી. સામાન્ય રીતે આસો માસમાં નવરાત્રિ થતી હોય છે. પરંતુ ગુજરાતના હૃદય સમાન સુરત શહેરમાં પહેલી વાર ચૈત્રી નવરાત્રીનું ભવ્ય આયોજન થવાનું છે.
આ ઐતિહાસિક ગરબામાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો પરફોર્મ કરશે. સુરતમાં ‘સુરસંપદા ચૈત્રી નવરાત્રી 2025’નું આયોજન થવા જઈ રહ્યું છે. આ આયોજનને કારણે ગરબા પ્રેમીઓને વર્ષમાં બે વાર મજા પડી જવાની છે. એ પણ ગુજરાતના સર્વશ્રેષ્ઠ કલાકારો સાથે આ આયોજનમાં સોનામાં સુગંધ ભળી જશે. આ અનોખા મહોત્સવમાં 10 દિવસ સુધી ગુજરાતના ટોચના 10 કલાકારો તમારા માટે લય, સંગીત અને ગરબાની એક અનોખી રાત સજાવવાના છે.
સુરતના કોસમાડામાં સંપદા વેન્યૂ પર 29મી માર્ચથી 7મી એપ્રિલ સુધી ચાલનારા આ મહોત્સવમાં તમે ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોના સ્વરે ઝૂમી ઉઠશો એ પાક્કું છે. આ કાર્યક્રમમાં કિંજલ દવે, જીગરદાન ગઢવી, ભૂમિ ત્રિવેદી, ઓસમાણ મીર, ગીતા રબારી અને ઐશ્વર્યા મજુમદાર જેવા અનેક કલાકારો પરફોર્મ કરવાના છે.
10 દિવસ 10 સ્ટાર
29 માર્ચ – કિંજલ દવે
30 માર્ચ – પૂર્વા મંત્રી
31 માર્ચ – જીગરદાન ગઢવી
1 એપ્રિલ – ભૂમિ ત્રિવેદી
2 એપ્રિલ – હરીઓમ ગઢવી
3 એપ્રિલ – ઓસમાણ મીર અને આમીર મીર
4 એપ્રિલ – ગીતાબેન રબારી
5 એપ્રિલ – જયસિંહ ગઢવી
6 એપ્રિલ – ઐશ્વર્યા મજુમદાર
7 એપ્રિલ – ઉમેશ બારોટ
Samidha Evento & Sampada Feivity દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભારત વૂડ કોર્પોરેશન દ્વારા પ્રસ્તુત અને ગુજરાત ટુરિઝમ દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું છે. આ ભવ્ય ગરબાની ટિકિટ BookMyShow પરથી મળી શકશે.