ઔરંગઝબની કબર હટાવવાની જરૂર નથી પણ,,, મુન્તશીરના નિવેદનથી વિવાદ

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
ઔરંગઝબની કબર હટાવવાની જરૂર નથી પણ,,, મુન્તશીરના નિવેદનથી વિવાદ

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં ઘણા દિવસોથી મોઘલ શાસક ઔરંગઝેબને લઇને વિવાદ ભડકેલો છે. આ ચર્ચા હવે ઉત્તર પ્રદેશ સુધી ફેલાઇ છે. હવે જાણીતા ગીતકાર મનોજ મુન્તસીરે એક એવું નિવેદન આપ્યું જેને કારણે વિવાદ ઉભો થયો છે.

મનોજ મુન્તસીરે પોતાના X પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને કહ્યું કે,આજે દેશભરમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના છત્રપતિ નગરમાં આવેલી ઔરંગઝેબની કબર હટાવી દેવામાં આવે. મુન્તસીરે કહ્યું કે, હું આ નિવેદનનો વિરોધ કરું છુ. કબર હટાવવાની જરૂર નથી તેની પર શૌચાલય બનાવી દો.

મનોજ મુન્તસ્રીના આ નિવેદનને કારણે ભડકો થયો છે અને કેટલાંક લોકો તેમની પર નફરત ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમા કહ્યું હતું કે, ઔરંગઝેબની કબર હટાવી દેવી જોઇએ.

error: Content is protected !!