

અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. તેમની સાથે ક્ર્ર-9ના સભ્યો નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સવાર થઇને આવી રહ્યા છે.
એક યાનમાં 4 યાત્રીઓ આવી રહ્યા છે અને 19 માર્ચે ભારતીય સમય મુજબ વહેલી સવારે 3-27 વાગ્યે સુનિતા વિલિયમ્સનું યાન અમેરિકાના ફેલોરીડાના દરિયાકાંઠે લેંડ કરશે અને તેમના માટે એક રિકવરી જહાજ પણ તૈયાર રાખવામાં આવ્યું છે. સૌથી પહેલાં સુનિયા વિલિયમ્સના હેલ્થનું ચેક-અપ કરવામાં આવશે.
સુનિતાના મૂળ ગામ મહેસાણાના ઝુલાસણમાં લોકો ખુશીથી ઝુમી રહ્યા છે અને મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.સુનિતાને સ્પેસ ઇન્ટરનેશનલથી ધરતી પર આવતા 17 કલાક થશે. NASA લાઇવ પ્રસારણ કરવાનું છે.