પ્રાંતિજ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
– ભારતીય માનક બ્યુરો અમદાવાદ અને ગ્રાહકહિત સુરક્ષા મંડળ ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
– અમદાવાદ ના અધિકારી ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડયું
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા






પ્રાંતિજ ખોડીયાર કુવા વિસ્તાર મા આવેલ મહાલક્ષ્મી ની વાડી ખાતે ભારતીય માનક બ્યુરો અમદાવાદ ના સહયોગથી અને ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ ના ઉપક્મે કાર્યક્રમ યોજાયો હતો જેમાં માનક બ્યુરો અમદાવાદ ના અધિકારી પુનિતભાઇ નથવાણી હાજર રહીને હોલમાર્ક અને ISI માર્કો શું છે તે માર્કાવાળીજ વસ્તુઓ શા માટે ખરીદવી તથા હોલમાર્ક એ ગુણવતાનુ પ્રતિક છે સોનાના ઘરેણા હોય હોલ માકીંગ વાળા જ ખરીદવા જોઇએ અને સોનાની સાચી પરખ સહિત નુ વિષેનું વિસ્તુત માર્ગદર્શન પુરૂ પાડયું હતું તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ ની કામગીરી વિશે અને ગ્રાહક સુરક્ષા કાયદાની વિસ્તુત માહિતી પ્રમુખ નટુભાઈ બારોટ દ્રારા આપવામા આવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા ના મહિલા પ્રમુખ અનિતાબેન પંડયા , મહિલા કોર્પોરેટર સુરેખાબેન મકવાણા , જીજ્ઞેશ ભાઇ પંડયા , દિલીપસિંહ મકવાણા , હરેશભાઇ બારોટ , સંદિપભાઇ શાહ , ચેતનાબેન કડીયા , સુલોચનાબેન સોની , ભગવતીબેન શર્મા , કિષ્ણાબેન જોષી , સોનલબેન પટેલ સહિત મોટી સંખ્યા મા મહિલાઓ ઉપસ્થિત રહી હતી
જીલ રાવલ સાબરકાંઠા